Mara prabhuna thambh sivay hu to biju na janu kai lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

     Maara prabhuna thambh sivaay, hu to beeju na jaanu kaai.

1  Koi jaane chhe khagohd, bhoogohd, ganitama pankaay,
    Tattvo ne tarkoma jhaajha jhaajhi kare chhe vadaai.

2     Anek yantro ane vaajintro, chaalaaki ne chaturaai,
    Kahda kare chhe akahdit jevi, oode vimaan havaai.

3     Ghahnaak vaido aushadhama ne vaadhakaapama vakhanaay,
    Aushadh aape akaseer evu, palama saaja thaay.

4     Daata, bhakta, vakata, chhe bahu shoora janoye ghahnaay,
    Kare mohit man maanaveeona juo jagatani maay.

5     Jagana vidvaano nav jaahne thambh tahni motaai,
    Ante teo prabhu sameepe jashe jaroor sharamaai.

6     Bhahni gahni em vidhavidh vidya kaadhe naveen navaai,
    Anahad sampat thambh tahni to jaahne nahi re jaraay.

7     Bhale ganaati jagama maari ati ghahni moorkhaai,
    Samaje kyaanthi gunga jan to attar khushabo, bhai.

8     Tethi ja shaanti, tethi ja saphahdata, tethi manoni saphaai,
    Tethi ame sahu sukhi sadaakaahd gaahdashu svarani maahi.

This song has been viewed 84 times.
Song added on : 2/12/2021

મારા પ્રભુના થંભ સિવાય હું તો બીજું ન જાણું કાંઈ

     મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કાંઈ.

૧     કોઈ જાણે છે ખગોળ, ભૂગોળ, ગણિતમાં પંકાય,
    તત્ત્વો ને તર્કોમાં ઝાઝા ઝાઝી કરે છે વડાઈ.

૨     અનેક યંત્રો અને વાજિંત્રો, ચાલાકી ને ચતુરાઈ,
    કળા કરે છે અકળિત જેવી, ઊડે વિમાન હવાઈ.

૩     ઘણાક વૈદો ઔષધમાં ને વાઢકાપમાં વખણાય,
    ઔષધ આપે અકસીર એવું, પળમાં સાજાં થાય.

૪     દાતા, ભકતા, વકતા, છે બહુ શૂરા જનોયે ઘણાય,
    કરે મોહિત મન માનવીઓનાં જુઓ જગતની માંય.

૫     જગના વિદ્વાનો નવ જાણે થંભ તણી મોટાઈ,
    અંતે તેઓ પ્રભુ સમીપે જશે જરૂર શરમાઈ.

૬     ભણી ગણી એમ વિધવિધ વિદ્યા કાઢે નવીન નવાઈ,
    અનહદ સંપત થંભ તણી તો જાણે નહિ રે જરાય.

૭     ભલે ગણાતી જગમાં મારી અતિ ઘણી મૂર્ખાઈ,
    સમજે ક્યાંથી ગુંગા જન તો અત્તર ખુશબો, ભાઈ.

૮     તેથી જ શાંતિ, તેથી જ સફળતા, તેથી મનોની સફાઈ,
    તેથી અમે સહુ સુખી સદાકાળ ગાળશું સ્વરની માંહી.



An unhandled error has occurred. Reload 🗙