Shubh din aaditavaar aanandakaar ghano che lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
Shubh din aaditavaar, aanandakaar ghano che;
Hete haiyaama vichaar, aa din prabhu tano che.
1 Kabar upar vijay paami, thayo sajeevan aapno swami;
Mrutyu tanu dukh vaami, aanandakaar ghano che.Shubh.
2 Traatano vijayi prem sambhaari, stuti kari bahu thaiae aabhaari;
Raakhvi rit aasaari, aanandakaar ghano che. Shubh.
3 Aa dine ishwarmandire jaiae, bhaktina kaaryama saamel thaiae
Shikshan shaastranu laiae, aanandakaar ghano che. Shubh.
4 Sansaari kaamthi nivrutti lije, shaastrakathaamrut paan j kije;
Jethi prabhuji rijhe, aanandakaar ghano che. Shubh.
5 Prabhu tano aa din che saaro, sadana vishraamano ae ishaaro;
Shubh rite te vichaaro, aanandakaar ghano che. Shubh.
શુભ દિન આદિતવાર આનંદકાર ઘણો છે
ટેક : શુભ દિન આદિતવાર, આનંદકાર ઘણો છે;
હેત હૈયામાં વિચાર, આ દિન પર્ભુ તણો છે.
૧ કબર ઉપર વિજય પામી, થયો સજીવન આપણો સ્વામી;
મૃત્યુ તણું દુ:ખ વામી, આનંદકાર ઘણો છે.શુભ.
૨ ત્રાતાનો વિજયી પ્રેમ સંભારી, સ્તુતિ કરી બહુ થઈએ આભારી;
રાખવી રીત આસારી, આનંદકાર ઘણો છે.શુભ.
૩ આ દિને ઈશ્વરમંદિરે જઈએ, ભક્તિના કાર્યમાં સામેલ થઈએ
શિક્ષણ શાસ્ત્રનું લઈએ, આનંદકાર ઘણો છે. શુભ.
૪ સંસારી કામથી નિવૃત્તિ લીજે, શાસ્ત્રકથામૃત પાન જ કીજે;
જેથી પ્રભુજી રીઝે, આનંદકાર ઘણો છે. શુભ.
૫ પ્રભુ તણો આ દિન છે સારો, સદાના વિશ્રામનો એ ઈશારો;
શુભ રીતે તે વિચારો, આનંદકાર ઘણો છે. શુભ.
More information on this song
Lyrics by: K M Ratnagraahi
Higly Rated Songs | Rating | Votes |
---|