Sarv aavo, prabhu Khristana sant lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Sarv aavo, prabhu Khristana sant,
    Harshathi kaapeeye svargano panth;
    Khrist Isu tano suneeye saad,
    Poorn uddhaarani raakheeye yaad.

2     Ke pale vaagashe motanun baan,
    E tanun to nathi koeene gyaan;
    Khrist Isu kane je gaya lok,
    Motathi tamane na kadi shok.

3     Khrist Isu vina mot bhekaar,
    Te vina na male saach aadhaar;
    Khristano shuddh jo thaay vishvaas,
    To male bhaktane svargano vaas.

4     Harshathi te bhani chaaleeye, bhraat,
    Panth to kaapeeye santani saath;
    Harsh, anand ne poorn ullaas,
    Paamataan peseeye santane vaas.

5     Sarvane joeeshun harshamaan tyaany, paap,
    Sandeh peeda nathi jyaany;
    Tyaan jai pahonchataan svarg mojhaar,
    Tej aabhaasamaan sarv jonaar.

6     Vastr tyaan pahereeye je vina daagh,
    Gaayane gaaeeye svargana raag;
    Sangamaan chaaleeye dootani saath,
    Pooramaan raheeye jyaan nathi raat.

7     He yahova, kharun traan denaar,
    Tun badha santano shuddh aadhaar;
    Tun thaki raakheeye bhootale aash,
    Tun thaki paameeye svargamaan vaas.

This song has been viewed 117 times.
Song added on : 3/4/2021

સર્વ આવો પ્રભુ ખ્રિસ્તના સંત

૧  સર્વ આવો, પ્રભુ ખ્રિસ્તના સંત, હર્ષથી કાપીએ સ્વર્ગનો પંથ;
    ખ્રિસ્ત ઈસુ તણો સુણીએ સાદ, પૂર્ણ ઉદ્ધારની રાખીએ યાદ.

૨     કે પળે વાગશે મોતનું બાણ, એ તણું તો નથી કોઈને જ્ઞાન;
    ખ્રિસ્ત ઈસુ કને જે ગયા લોક, મોતથી તમને ના કદી શોક.

૩     ખ્રિસ્ત ઈસુ વિના મોત ભેકાર, તે વિના ન મળે સાચ આધાર;
    ખ્રિસ્તનો શુદ્ધ જો થાય વિશ્વાસ, તો મળે ભક્તને સ્વર્ગનો વાસ.

૪     હર્ષથી તે ભણી ચાલીએ, ભ્રાત, પંથ તો કાપીએ સંતની સાથ;
    હર્ષ, આનંદ ને પૂર્ણ ઉલ્લાસ, પામતાં પેસીએ સંતને વાસ.

૫     સર્વને જોઈશું હર્ષમાં ત્યાંય, પાપ, સંદેહ પીડા નથી જ્યાંય;
    ત્યાં જઈ પહોંચતાં સ્વર્ગ મોઝાર, તેજ આભાસમાં સર્વ જોનાર.

૬     વસ્ત્ર ત્યાં પહેરીએ જે વિના ડાઘ, ગાયને ગાઈએ સ્વર્ગના રાગ;
    સંગમાં ચાલીએ દૂતની સાથ, પૂરમાં રહીએ જ્યાં નથી રાત.

૭     હે યહોવા, ખરું ત્રાણ દેનાર, તું બધા સંતનો શુદ્ધ આધાર;
    તું થકી રાખીએ ભૂતળે આશ, તું થકી પામીએ સ્વર્ગમાં વાસ.



An unhandled error has occurred. Reload 🗙