Are o hindana yuvan rahya shun bhulama bhare lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Are o hindana yuvaan, rahya shun bhoolamaan bhaare ?
    Banone Khristana sainik tamaara deshane maate.

1     Samay baareek aave chhe, shoora sainik thaaone;
    Grahi lo yuddh saamagri tamaara deshane maate.

2     Kasone satyathi kamar, dharone nyaayanun bakhtar;
    Suvaarta shaantini pagamaan tamaara deshane maate.

3     Dharo vishvaas keri dhaal, holavavaane bhoondaanaan baan;
    Dharo shir top taaranaano tamaara deshane maate.

4     Graho taravaar aatmaani, Prabhuni vaat e maani;
    Chalaavone chapalataathi tamaara deshane maate.

5     Daro nahi, Khrist chhe aage, tamaari jeet to thaashe;
    Pado yaahom kareene aaj tamaara deshane maate.

6     Tamaarun jor batalaavo, shetaani raaj palataavo;
    Vijayadhvaj aaj pharakaavo tamaara deshane maate.

7     Hradayano raajavi thaeene have phaavi gayo chhe te,
    Hathaavi tehane ladajo tamaara deshane maate.

8     Nahi parava karo tanani agar motaai ke dhanani;
    Karo tam dehanun arpan tamaara deshane maate.

9     Jagat jyoti thayo Isu, pachhi shun aapane darashun ?
    Ghate to praan arpeeshun vahaala hindane maate.

This song has been viewed 115 times.
Song added on : 3/4/2021

અરે ઓ હિંદના યુવાન રહ્યા શું ભૂલમાં ભારે

    અરે ઓ હિંદના યુવાન, રહ્યા શું ભૂલમાં ભારે ?
    બનોને ખ્રિસ્તના સૈનિક તમારા દેશને માટે.

૧     સમય બારીક આવે છે, શૂરા સૈનિક થાઓને;
    ગ્રહી લો યુદ્ધ સામગ્રી તમારા દેશને માટે.

૨     કસોને સત્યથી કમર, ધરોને ન્યાયનું બખ્તર;
    સુવાર્તા શાંતિની પગમાં તમારા દેશને માટે.

૩     ધરો વિશ્વાસ કેરી ઢાલ, હોલવવાને ભૂંડાનાં બાણ;
    ધરો શિર ટોપ તારણાનો તમારા દેશને માટે.

૪     ગ્રહો તરવાર આત્માની, પ્રભુની વાત એ માની;
    ચલાવોને ચપળતાથી તમારા દેશને માટે.

૫     ડરો નહિ, ખ્રિસ્ત છે આગે, તમારી જીત તો થાશે;
    પડો યાહોમ કરીને આજ તમારા દેશને માટે.

૬     તમારું જોર બતલાવો, શેતાની રાજ પલટાવો;
    વિજયધ્વજ આજ ફરકાવો તમારા દેશને માટે.

૭     હ્રદયનો રાજવી થઈને હવે ફાવી ગયો છે તે,
    હઠાવી તેહને લડજો તમારા દેશને માટે.

૮     નહિ પરવા કરો તનની અગર મોટાઈ કે ધનની;
    કરો તમ દેહનું અર્પણ તમારા દેશને માટે.

૯     જગત જ્યોતિ થયો ઈસુ, પછી શું આપણે ડરશું ?
    ઘટે તો પ્રાણ અર્પીશું વહાલા હિંદને માટે.



An unhandled error has occurred. Reload 🗙