Dash kumarikao nikadi gai varane madava bar lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Dash kumaarikaao nikadi, gai varane madavaa baa'ra;
    Manavaa chaali sundar vararaajaane.

2     Sahu mashaale laine nikadi, thai varane aavataa vaar;
    Manavaa chaali sundar vararaajaane.

3     Sahu uughi gai zokaa khaai, madharaate padyo pokaar;
    Manavaa chaali sundar vararaajaane.

4     Hati paanch daahi mahi sundari, teo thai gai taiyaar;
    Madavaa chaali sundar vararaajo.

5     Hati paanch temaani murakhi, na'tu tel paase lagaar;
    Manavaa chaali sundar vararaajaane.

6     Temani mashaale holavaai jaay che, mandi vimaasavaa te vaar;
    Madavaa chaali sundar vararaajaane.

7     Gai chautaamaa divel khodavaa, vityo vakhat rahi gai baa'ra;
    Manavaa chaali sundar vararaajaane.

8     Aavi paachi, juo, sahu baadaao, dithaa bandh karelaa dvaar;
    Manavaa chaali sundar vararaajaane.

9     Ruae, pokaare sarv sundario, are prabhu, tu dwaar ughaad;
    Manavaa chaali sundar vararaajaane.

10     Prabhu kahe, suno, sahu sundario, tame rahyaa na kem taiyaar?
    Manavaa chaali sundar vararaajaane.

11     Hu to pichaanu nahi, baadaa, tamane, tame sadaay rahesho baa'ra;
    Manavaa chaali sundar vararaajaane.

This song has been viewed 171 times.
Song added on : 1/8/2021

દશ કુમારિકાઓ નીકળી ગઈ વરને મળવા બા'ર

૧  દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૨     સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૩     સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૪     હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર;
    મળવા ચાલી સુંદર વરરાજો.

૫     હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૬     તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર;
    મળવા ચાલી સુંદર વરરાજાને.

૭     ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૮     આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૯     રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ;
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૧૦     પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર?
    મનવા ચાલી સુંદર વરરાજાને.

૧૧     હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર;
    મનવા ચાલી સુંદર વરરાજાને.



An unhandled error has occurred. Reload 🗙