He mara taranar taaro prem che puro che amar lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 He maaraa taaranaar, taaro prem che puro, che amar,
Te prem apaar, anant, achal, dekhaadyo maaraa par;
Hu maaru man ne maaru dhan, je hoy maari kane,
Ne maaro jeevan ne manano bhaav, sahu sonpu chu tane.
2 Paraatparani je yogyataa hu taaraamaa dekhu,
Hu tenaa upar dhyaan dhari sahu bharoso teku;
Sharamano pan je maranstambh te raajithi sahyo,
Te sambhaari maaro aatmaa preme bharpoor thayo.
3 Paraatpar devnaa roopmaa tu aakaashmaa paherato taaj,
Ne taaraa balthi srushtinu tu sahu chalaavato kaaj;
Pan aakaash muki pruthvi par te maanasarup dharyu,
Ne maanasajaatanaa dukh sahi motu rakshan karyu.
4 Badhi vaatomaa maanas thai te lidho paapno shaap,
Pan ek aj vaatmaa pher hato, ke no'tu tumaa paap;
Te taaj mukine shaap lidho, ke maanas paame gun,
Jem hato dur tem paase thaay, ne paapne kaadhe pun.
હે મારા તારનાર તારો પ્રેમ છે પૂરો છે અમર
૧ હે મારા તારનાર, તારો પ્રેમ છે પૂરો, છે અમર,
તેં પ્રેમ અપાર, અનંત, અચળ, દેખાડ્યો મારા પર;
હું મારું મન ને મારું ધન, જે હોય મારી કને,
ને મારો જીવ ને મનનો ભાવ, સહુ સોંપું છું તને.
૨ પરાત્પરની જે યોગ્યતા હું તારામાં દેખું,
હું તેના ઉપર ધ્યાન ધરી સહુ ભરોસો ટેકું;
શરમનો પણ જે મરણસ્તંભ તેં રાજીથી સહ્યો,
તે સંભારી મારો સાત્મા પ્રેમે ભરપૂર થયો.
૩ પરાત્પર દેવના રૂપમાં તું આકાશમાં પહેરતો તાજ,
ને તારા બળથી સૃષ્ટિનું તું સહુ ચલાવતો કાજ;
પણ આકાશ મૂકી પૃથ્વી પર તેં માણસરૂપ ધર્યું,
ને માણસજાતનાં દુ:ખ સહી મોટું રક્ષણ કર્યું.
૪ બધી વાતોમાં માણસ થઈ તેં લીધો પાપનો શાપ,
પણ એક જ વાતમાં ફેર હતો, કે નો'તું તુંમા પાપ;
તેં તાજ મૂકીને શાપ લીધો, કે માણસ પામે ગુણ,
જેમ હતો દૂર તેમ પાસે થાય, ને પાપને કાઢે પુણ.
More information on this song
Original English Hymn: O my Saviour, Thy love
Translated by: J.V.S. Taylor
Higly Rated Songs | Rating | Votes |
---|