Saanj pade che jeer tani lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Saanj pade che jeer tani, prabhu, door na jaaje,
    Ratatano kaadokh vadhe, paase, prabhu, thaake;
    Jyaare beeja aashray to, badhin janaashe,
    Tyaare, naath anaath tana, tu rahe muj paase.

2     Jeev tana muj alp dino, viti zat jaaye,
    Bhootad sukh tano mahima zaankho nit thaaye;
    Jaari rog, vikaar, jara, dise sahu vaase,
    He avikaari dev, sada tu rahe muj paase.

3     Aapi thodu darshan to paacho na chupaaje,
    Boli thoda kai vachano, nirvaach na thaaje;
    Aavine na pachi jaato, panthi jyam jaashe,
    Kshem samaadhaane vasata, tu rahe muj paase.

4     Jo nrupano moto hoon vaibhav jou,
    Beek tatha gabharaat thaki hoon dhiraj khou;
    Maate prem, daya, karuna je shaant ganaashe,
    Te gunano dekhaav kari, prabhu,rahe muj paase.

5     Te muj baadpanaama to bahu prem janaavyo,
    Jo pan aado mein badavo bahu vaar chalaavyo;
    Toy mane tyaagyo nahi te, naakhyo nahi naashe,
    Tem j ant sudhi karata, prabhu, rahe muj paase.

6     Door thayo jo tu mujthi, to hoon bhatakine,
    Kai aadeavade nikadu, sat sarv tajeene;
    Maate tu nit dor mane path jem chadhaashe;
    Pon'chi gher jata lag to, prabhu, rahe muj paase.

7     Jo prabhu de vardaan mane, ripu beek na jaanu,
    Rudanani kadavash mate, dukho nahi maanu,
    Mot tano kyaa dankh gayo ? Jay kyaa mrutvaase ?
    Jeetine hoon paar padu, jo tu muj paase.

8     Mrutyume sat vaat dharye, maari chak saamo,
    Zaankh thata, suprakaash kari dekhaad visaamo;
    Raat jata to fo faate, swarsury prakaashe,
    Jeevnakaade mot same prabhu, rahe muj paase.

This song has been viewed 95 times.
Song added on : 3/4/2021

સાંજ પડે છે જીર તણી

૧ સાંજ પડે છે જીર તણી, પ્રભુ, દૂર ન જાજે,
    રાતતણો કાળોખ વધે, પાસે, પ્રભુ, થાકે;
    જ્યારે બીજા આશ્રય તો, બળહીન જણાશે,
    ત્યારે, નાથ અનાથ તણા, તું રહે મુજ પાસે.

૨     જીવ તણા મુજ અલ્પ દિનો, વીતી ઝટ જાયે,
    ભૂતળ સુખ તણો મહિમા ઝાંખો નિત થાયે;
    જારી રોગ, વિકાર, જરા, દીસે સહુ વાસે,
    હે અવિકારી દેવ, સદા તું રહે મુજ પાસે.

૩     આપી થોડું દર્શન તો પાછો ન છુપાજે,
    બોલી થોડાં કૈં વચનો, નિર્વાચ ન થાજે;
    આવીને ન પછી જાતો, પંથી જ્યમ જાશે,
    ક્ષેમ સમાધાને વસતાં, તું રહે મુજ પાસે.

૪     જો નૃપનો મોટો હું વૈભવ જોઉં,
    બીક તથા ગભરાટ થકી હું ધીરજ ખોઉં;
    માટે પ્રેમ, દયા, કરુણા જે શાંત ગણાશે,
    તે ગુણનો દેખાવ કરી, પ્રભુ,રહે મુજ પાસે.

૫     તેં મુજ બાળપણામાં તો બહુ પ્રેમ જણાવ્યો,
    જો પણ આડો મેં બળવો બહુ વાર ચલાવ્યો;
    તોય મને ત્યાગ્યો નહિ તેં, નાખ્યો નહિ નાશે,
    તેમ જ અંત સુધી કરતાં, પ્રભુ, રહે મુજ પાસે.

૬     દૂર થયો જો તું મુજથી, તો હું ભટકીને,
    કંઈ આડેઅવળે નીકળું, સત સર્વ તજીને;
    માટે તું નિત દોર મને પથ જેમ ચઢાશે;
    પોં'ચી ઘેર જતાં લગ તો, પ્રભુ, રહે મુજ પાસે.

૭     જો પ્રભુ દે વરદાન મને, રિપુ બીક ન જાણું,
    રુદનની કડવાશ મટે, દુ:ખો નહિ માનું,
    મોત તણો ક્યાં ડંખ ગયો ? જય ક્યાં મૃતવાસે ?
    જીતીને હું પાર પડું, જો તું મુજ પાસે.

૮     મૃત્યુમે સત વાત ધર્યે, મારી ચક સામો,
    ઝાંખ થતાં, સુપ્રકાશ કરી દેખાડ વિસામો;
    રાત જતાં તો ફો ફાટે, સ્વરસૂર્ય પ્રકાશે,
    જીવનકાળે મોત સમે પ્રભુ, રહે મુજ પાસે.



An unhandled error has occurred. Reload 🗙