Rachi dev ten duniya khub saari lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Rachi, dev, ten duniya khoob saari,
    Nihaali vakhaanun tane vaaravaari;
    Karyun maanavi, dev, ten dhoolamaanthi,
    Dai shvaas pota tano mukhamaanthi.

2     Badhi cheejathi maanavi shreshth keedhun,
    Ane aatama, gyaan, vivek deedhun;
    N'tun saath belun, leedhun maans tenun,
    Kari naar aapi, 'hava' naam enun.

3     Nihaali pachhi aadame aankh dhaari,
    Bhala maans maarun thayun muj naari;
    Thaya te bannena viva' dev haathe,
    Sukhi bahu thayaan devathi sarv vaate.

4     Viva' je kare shaastrani reet jaani,
    Rahe devani te ghare me'rabaani;
    Sukhi jo thavun hoy to vaad mooko,
    Raho premamaan to thashe door dukho.

5     Khara dilathi devano prem raakho,
    Ane ekabeeja tanun hit taako;
    Vahauye dhaneene kharun maan devun,
    Karaaro pramaane kahyaamaan ja re'vun.

6     Dhaneeye vahune kharo prem devo,
    Kare ang pota tane jem tevo;
    Kadi dvesh pota tano ko na keedho,
    Isu mandali kaarane jeev deedho;

7     Badhaan aapane Khristanaan ang jaano,
    Ane shir te aapano isht maano;
    Mooki maanavi maat ne taat kore,
    Vahu saath re'she lagi jaay ghore.

8     Isu mandaleenun kharun shir jaano, vahuo,
    Tamaara dhani shir maano;
    Have hyaan tame je karo chho karaaro,
    Sada paalava kol aapo tamaaro.

9     Yahova ane mandali saaksh jaani,
    Karaaro tame paalasho em maani;
    Yahova, thaje aashisho aapanaaro,
    Ane sevakono thaje paalanaaro.

10     Sukaale dukaale dilaaso ja deje,
    Sada emane gher tun vaas leje;
    Vinanti pita, maanaje Khrist naame,
    Sadaakaal aamen, aamen jaame.

This song has been viewed 94 times.
Song added on : 3/4/2021

રચી દેવ તેં દુનિયા ખૂબ સારી

૧  રચી, દેવ, તેં દુનિયા ખૂબ સારી, નિહાળી વખાણું તને વારવારી;
    કર્યું માનવી, દેવ, તેં ધૂળમાંથી, દઈ શ્વાસ પોતા તણો મુખમાંથી.

૨     બધી ચીજથી માનવી શ્રેષ્ઠ કીધું, અને આતમા, જ્ઞાન, વિવેક દીધું;
    ન'તું સાથ બેલું, લીધું માંસ તેનું, કરી નાર આપી, 'હવા' નામ એનું.

૩     નિહાળી પછી આદમે આંખ ધારી, ભલા માંસ મારું થયું મુજ નારી;
    થયા તે બન્નેના વિવા' દેવ હાથે, સુખી બહુ થયાં દેવથી સર્વ વાતે.

૪     વિવા' જે કરે શાસ્ત્રની રીત જાણી, રહે દેવની તે ઘરે મે'રબાની;
    સુખી જો થવું હોય તો વાદ મૂકો, રહો પ્રેમમાં તો થશે દૂર દુ:ખો.

૫     ખરા દિલથી દેવનો પ્રેમ રાખો, અને એકબીજા તણું હિત તાકો;
    વહુએ ધણીને ખરું માન દેવું, કરારો પ્રમાણે કહ્યામાં જ રે'વું.

૬     ધણીએ વહુને ખરો પ્રેમ દેવો, કરે અંગ પોતા તણે જેમ તેવો;
    કદી દ્વેષ પોતા તણો કો ન કીધો, ઈસુ મંડળી કારણે જીવ દીધો;

૭     બધાં આપણે ખ્રિસ્તનાં અંગ જાણો, અને શિર તે આપણો ઈષ્ટ માનો;
    મૂકી માનવી માત ને તાત કોરે, વહુ સાથ રે'શે લગી જાય ઘોરે.

૮     ઈસુ મંડળીનું ખરું શિર જાણો, વહુઓ, તમારા ધણી શિર માનો;
    હવે હ્યાં તમે જે કરો છો કરારો, સદા પાળવા કોલ આપો તમારો.

૯     યહોવા અને મંડળી સાક્ષ જાણી, કરારો તમે પાળશો એમ માની;
    યહોવા, થજે આશિષો આપનારો, અને સેવકોનો થજે પાળનારો.

૧૦     સુકાળે દુકાળે દિલાસો જ દેજે, સદા એમને ઘેર તું વાસ લેજે;
    વિનંતી પિતા, માનજે ખ્રિસ્ત નામે, સદાકાળ આમેન, આમેન જામે.



An unhandled error has occurred. Reload 🗙