Varsh have aa puru thay jevan jota jota jay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Varsh have aa poorun thaay, jeevan jotaan jota jaay,
    Te uparathi laeeye bodh, varsh navaamaan satani shodh;
    Ishvarano maano aabhaar, aakhun varsh thayo aadhaar,
    Vela vele aapyun ann, trapt karyun chhe sahunun man.

2     Aatmaane pan aatmik ann, sau karataan e adakun dhan,
    Je kani aaphat aavi shir khaaleene bahu aapi dheer;
    Aganit Ishvarana upakaar keedha tene vaaranvaar,
    Te sanbhaari tene kaaj jeevan arpo tene aaj.

3     Varsho veeti kevaan jaay, aayushy sahunun ochhun thaay,
    Naanaan motaan gharadaan thaay, maran tane sahu kaanthe jaay;
    Jeevan dhoomar jevun jaan, taap pade ke nahi edhaan,
    Sahunun jeevan jagamaan shesh, maano Ishvarano upasesh.

4     Varsh navun je bese kaal temaan Ishvar amane paal,
    Isuni je rudi chaal temaan sahunaan pagalaan vaal;
    Paholo rasto tajava nit paapavikaaro par de jeet,
    Jeevanano je rasto tang nitya nibhaavava raheje sang.

This song has been viewed 93 times.
Song added on : 3/4/2021

વર્ષ હવે આ પૂરું થાય જીવન જોતાં જોતા જાય

૧ વર્ષ હવે આ પૂરું થાય, જીવન જોતાં જોતા જાય,
    તે ઉપરથી લઈએ બોધ, વર્ષ નવામાં સતની શોધ;
    ઈશ્વરનો માનો આભાર, આખું વર્ષ થયો આધાર,
    વેળા વેળે આપ્યું અન્ન, તૃપ્ત કર્યું છે સહુનું મન.

૨     આત્માને પણ આત્મિક અન્ન, સૌ કરતાં એ અદકું ધન,
    જે કંઈ આફત આવી શિર ખાળીને બહુ આપી ધીર;
    અગણિત ઈશ્વરના ઉપકાર કીધા તેણે વારંવાર,
    તે સંભારી તેને કાજ જીવન અર્પો તેને આજ.

૩     વર્ષો વીતી કેવાં જાય, આયુષ્ય સહુનું ઓછું થાય,
    નાનાં મોટાં ઘરડાં થાય, મરણ તણે સહુ કાંઠે જાય;
    જીવન ધૂમર જેવું જાણ, તાપ પડે કે નહિ એધાણ,
    સહુનું જીવન જગમાં શેષ, માનો ઈશ્વરનો ઉપસેશ.

૪     વર્ષ નવું જે બેસે કાલ તેમાં ઈશ્વર અમને પાળ,
    ઈસુની જે રુડી ચાલ તેમાં સહુનાં પગલાં વાળ;
    પહોળો રસ્તો તજવા નિત પાપવિકારો પર દે જીત,
    જીવનનો જે રસ્તો તંગ નિત્ય નિભાવવા રહેજે સંગ.

 

 



An unhandled error has occurred. Reload 🗙