Arpu tujane muj tan man dhan lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

    Arpu tujane muj tan, man, dhan, muj jeevan le, muj jeevane le.
    Daun homi, prabhu, muj sarv taddan, muj jeevan le, muj jeevan le.

1     Tuj stambh, prabhu muj khaandh dharu,
    Tav seva tana pathamaa sancharu,
    Dag paachhu nahi ko kaale bharu,
    Muj jeevan le, muj jeevan le.

2     Bahu sankat ne tophaan nade,
    Bahu aapadaathi vadhu shoor chadhe,
    Bhale shir kadi dharvu j pade,
    Muj jeevan le, muj jeevan le.

3     Tav raajya tani jhumbesh mahee,
    Sada seva mahee jhukaavu sahi,
    Yaahom kari padu paachho nahee,
    Muj jeevan le, muj jeevan le.

4     Jag paalak, taarak, svaami maara,
    Sahu sonpi dau mam, prabhu pyaara,
    Dharu mastak hu charane tamaara,
    Muj jeevan le, muj jeevan le.

This song has been viewed 103 times.
Song added on : 2/12/2021

અર્પું તુજને મુજ તન મન ધન

    અર્પું તુજને મુજ તન, મન, ધન, મુજ જીવન લે, મુજ જીવને લે.
    દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ જીવન લે.

૧     તુજ સ્તંભ, પ્રભુ મુજ ખાંધ ધરું,
    તવ સેવા તણા પથમાં સંચરું,
    ડગ પાછું નહિ કો કાળે ભરું,
    મુજ જીવન લે, મુજ જીવન લે.

૨     બહુ સંકટ ને તોફાન નડે,
    બહુ આપદાથી વધુ શૂર ચઢે,
    ભલે શિર કદી ધરવું જ પડે,
    મુજ જીવન લે, મુજ જીવન લે.

૩     તવ રાજ્ય તણી ઝુંબેશ મહીં,
    સદા સેવા મહીં ઝુકાવું સહી,
    યાહોમ કરી પડું પાછો નહીં,
    મુજ જીવન લે, મુજ જીવન લે.

૪     જગ પાળક, તારક, સ્વામી મારા,
    સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા,
    ધરું મસ્તક હું ચરણે તમારા,
    મુજ જીવન લે, મુજ જીવન લે.



An unhandled error has occurred. Reload 🗙