Ame balo sandhan naman manathi aaj karta lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Ame baalo sandhaan naman manathi aaj karataan,
    Aheen aavyaan aaje tam sadanamaan paay padataan;
    Pita chho premi ne nij shishu tani khoj karata,
    Hari paapo, shaapo, satat sukhana bhor bharataa-

2     Male maaphi maate charan dharava kaani ja nathi,
    Amaaraan kaamo ke abal tanamaan kain bal nathi;
    Jadaayo thambhe te anushay vina na val nathi,
    Jivaado traataaji am adhamamaan jeevan nathi.

3     Tame aapyaan chhe je nishadin badhaan daan varavaan,
    Ane baandhi apyun ghar saras aa bhakti karava;
    Tame aapyun te sau tan, man, badhun paay dhariye,
    Pitaaji sveekaaro tav stuti tanaan gaan kariye.

4     Ribaataan haiyaanna jakham dravata te roojhavava,
    Dabela aatmaane bhayarahit ne mukt karava;
    Vahaala svaami ten jal, vachan ne rudhir thaki,
    Kalishiya sthaapi chhe patit jananun taaran chahi.

5     Have to thambhethi viral jalanun snaan dharajo,
    Pavitraatma redi hraday shuchita roj karajo;
    Vasi vaaso saathe nav sarajane praan poorajo,
    Ane satyaatmaathi bhajan karava bhaav bharajo.

6     Vali vishvaaseenaan dukh, darad, ne shaap harato,
    Ane sau aatmaana vimal pathamaan tej bharato;
    Jage saakshi deva vachan vadataan saath dharato,
    Pitaaji dejo e achal amane prem jharato.

This song has been viewed 127 times.
Song added on : 3/4/2021

અમે બાળો સંધાં નમન મનથી આજ કરતાં

૧  અમે બાળો સંધાં નમન મનથી આજ કરતાં,
    અહીં આવ્યાં આજે તમ સદનમાં પાય પડતાં;
    પિતા છો પ્રેમી ને નિજ શિશુ તણી ખોજ કરતા,
    હરી પાપો, શાપો, સતત સુખના ભોર ભરતા-

૨     મળે માફી માટે ચરણ ધરવા કાંઈ જ નથી,
    અમારાં કામો કે અબળ તનમાં કૈં બળ નથી;
    જડાયો થંભે તે અનુશય વિના ના વળ નથી,
    જિવાડો ત્રાતાજી અમ અધમમાં જીવન નથી.

૩     તમે આપ્યાં છે જે નિશદિન બધાં દાન વરવાં,
    અને બાંધી અપ્યું ઘર સરસ આ ભક્તિ કરવા;
    તમે આપ્યું તે સૌ તન, મન, બધું પાય ધરિયે,
    પિતાજી સ્વીકારો તવ સ્તુતિ તણાં ગાન કરિયે.

૪     રિબાતાં હૈયાંના જખમ દ્રવતા તે રૂઝવવા,
    દબેલા આત્માને ભયરહિત ને મુક્ત કરવા;
    વહાલા સ્વામી તેં જળ, વચન ને રુધિર થકી,
    કલિશિયા સ્થાપી છે પતિત જનનું તારણ ચહી.

૫     હવે તો થંભેથી વિરલ જળનું સ્નાન ધરજો,
    પવિત્રાત્મા રેડી હ્રદય શુચિતા રોજ કરજો;
    વસી વાસો સાથે નવ સરજને પ્રાણ પૂરજો,
    અને સત્યાત્માથી ભજન કરવા ભાવ ભરજો.

૬     વળી વિશ્વાસીનાં દુ:ખ, દરદ, ને શાપ હરતો,
    અને સૌ આત્માના વિમલ પથમાં તેજ ભરતો;
    જગે સાક્ષી દેવા વચન વદતાં સાથ ધરતો,
    પિતાજી દેજો એ અચળ અમને પ્રેમ ઝરતો.



An unhandled error has occurred. Reload 🗙