Sahu chheye apane nanan bal nirupay lyrics

Gujarati Christian Song Lyrics

Rating: 0.00
Total Votes: 0.
Be the first one to rate this song.

1  Sahu chheeye aapane naanaan baal, nirupaay, nabalaan ne kangaal;
    Shun kari shakeeye Isu maat, je moto, mahimaavant saakshaat ?

2     Isuna baalane shire roj ghano chhe upaadavaano boj;
    Yuddh chhe karavaanun paapani saath, e badhun chhe traataane maat.

3     Gussa ne garvana vichaar oothe chhe jyaare dil mojhaar,
    Jeebh upar aave sakhat vaat ne aankho kare ashrupaat.

4     Tyaare te daabeeye vichaar, suvaakyano kareeye uchchaar;
    Vadeeye jeebhe meethi vaat, te sarv kareeye Prabhu maat.

5     Premaalu tatha hasatun mukh badhaanne aape ghanun sukh;
    Mon upar dekhoe chalakaat, aa badhun kareeye Isu maat.

6     Hoy naanun athava motun baal, stambh oonchakavo joeeye sahukaal;
    Stuti ne preetinaan je kaam te kari shake Isu naam.

This song has been viewed 141 times.
Song added on : 3/5/2021

સહુ છીએ આપણે નાનાં બાળ નિરુપાય

૧ સહુ છીએ આપણે નાનાં બાળ, નિરુપાય, નબળાં ને કંગાળ;
    શું કરી શકીએ ઈસુ માટ, જે મોટો, મહિમાવંત સાક્ષાત ?

૨     ઈસુના બાળને શિરે રોજ ઘણો છે ઉપાડવાનો બોજ;
    યુદ્ધ છે કરવાનું પાપની સાથ, એ બધું છે ત્રાતાને માટ.

૩     ગુસ્સા ને ગર્વના વિચાર ઊઠે છે જ્યારે દિલ મોઝાર,
    જીભ ઉપર આવે સખત વાત ને આંખો કરે અશ્રુપાત.

૪     ત્યારે તે દાબીએ વિચાર, સુવાક્યનો કરીએ ઉચ્ચાર;
    વદીએ જીભે મીઠી વાત, તે સર્વ કરીએ પ્રભુ માટ.

૫     પ્રેમાળુ તથા હસતું મુખ બધાંને આપે ઘણું સુખ;
    મોં ઉપર દેખોએ ચળકાટ, આ બધું કરીએ ઈસુ માટ.

૬     હોય નાનું અથવા મોટું બાળ, સ્તંભ ઊંચકવો જોઈએ સહુકાળ;
    સ્તુતિ ને પ્રીતિનાં જે કામ તે કરી શકે ઈસુ નામ.



An unhandled error has occurred. Reload 🗙