Divya preet anupam priti svargi anand aav bhumay lyrics
Gujarati Christian Song Lyrics
Rating: 0.00
Total Votes: 0.
1 Divya preet, anupam preeti, svargi anand, aav bhoomaay;
Tu amaara ma kar vasti, viraajit tu tha am maay;
Isu, tu che ati dayaahd, shuddh ne behad che tuj pyaar,
Tuj taaran lai aav aa kaahd, um chiea bahu intejaar.
2 Shvaas tuj premmuhy aatma kero, darek dukhit dilma bhar,
De vachanano viraam taaro, amane taara vaaras kar;
Doohr kar paapi bhaav amaaro, paapathi aatma kar chhoota,
Vishvaasama tu kar vadhaaro, pratham ne chhello tun tha.
3 Aav, he shaktimaan uddhaaranaar, thava de tuj re’m am par,
Satvar paachho aav, o taarnaar, dilma kaayam vaaso tu kar;
Svargi sen sam seva karshu, tane maanta dhanya nit,
Taara premamaa gaurav maanashu, gaaeeshu stavan akhandit.
4 Poorn kar tuj nav sarjanane, shuddh nishkalank sau thaiae,
Samaadhaan tujma mehdvine, poori mukti paamiae;
Mahimaama nit vadhata jaiene svarge paamiae anant vaas,
Prem ne stootma garkaav thaiene oohtariae taaj charahn paas.
દિવ્ય પ્રીત અનુપમ પ્રીતિ સ્વર્ગી આનંદ આવ ભૂમાંય
૧ દિવ્ય પ્રીત, અનુપમ પ્રીતિ, સ્વર્ગી આનંદ, આવ ભૂમાંય;
તું અમારામાં કર વસ્તી, વિરાજિત તું થા અમ માંય;
ઈસુ, તું છે અતિ દયાળ, શુદ્ધ ને બેહદ છે તુજ પ્યાર,
તુજ તારણ લઈ આવ આ કાળ, અમ છીએ બહુ ઈન્તેજાર.
૨ શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો, દરેક દુ:ખિત દિલમાં ભર,
દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર;
દૂર કર પાપી ભાવ અમારો, પાપથી આત્મા કર છૂટા,
વિશ્વાસમાં તું કર વધારો, પ્રથમ ને છેલ્લો તું થા.
૩ આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર, થવા દે તુજ રે'મ અમ પર,
સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો તું કર;
સ્વર્ગી સેન સમ સેવા કરશું, તને માનતાં ધન્ય નિત,
તારા પ્રેમમાં ગૌરવ માનશું, ગાઈશું સ્તવન અખંડિત.
૪ પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઈએ,
સમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ;
મહિમામાં નિત વધતાં જઈને સ્વર્ગે પામીએ અનંત વાસ,
પ્રેમ ને સ્તુતમાં ગરકાવ થઈને ઉતારીએ તાજ ચરણ પાસ.
More information on this song
Original English Hymn: Love devine, all loves excelling
Lyrics: Charles Wesly
Translation: V.K. Master
Higly Rated Songs | Rating | Votes |
---|